અકાલ અકળ છે
કાળ ને કારણે જ માયા જન્મી છે.તેથી કાળ પિતા થયો.પણ છે તો પ્રભુ માં તેથી તે પ્રભુ ની પુત્રી થઈ!! તો પછી બે પિતા? તેથી જ પ્રભુ માતા!! શિવ પિતા પ્રભુ માતા પુત્રી માયા!! આમ જ કદાચ શક્તિ પંથ થયો હશે.
બીજો પક્ષ કાળ નો છાંયો જ માયા છે.અને તેય પ્રભુ માં.અને પ્રભુ નું જ બિંબ માયા માં છે તેથી સંસાર છે!!
ત્રીજો પક્ષ વૈજ્ઞાનિક છે.પરમાત્મા છે અને સમય કાળ છે.જેથી બે હોવા થી ત્રીજું અવકાશ છે.એમ સંસાર છે.એ ત્રણેય જેમાં છે તે અકાલ પરમાત્મા છે!! સત શ્રી અકાલ!!
टिप्पणियाँ