અવગણી રહ્યા છો !!

જ્યારે તમને કાંઈક ગમી જાય છે ત્યારે તમે અનેક ને અવગણી રહયા હો છો!! અવગણવું સહજ જ બને છે કોને શુ કહેવું!! તમને ગમે એ બધા ને ગમવું જ જોઈએ એ તો હઠ જ થઈ ને! આ તો ટોળું છે એને ગમે તેની તાળી પાડે છે. વાહવાહી મેળવવા માં ફસાયેલા ઘણા છે. યશ મેળવવા માટે ગમે તેવું સ્વીકારી લેતા જોવા મળે છે. પ્રસિદ્ધિ ના મોહ માં ભરાઈ પડેલા ઘણીવાર ભૂખે મરતા જોયા છે. તમે મૂર્ખ ના સન્માન સમારંભમાં શાંતિથી બેસી શકો તે ય તમારી પરીક્ષા છે.