संदेश

નામ સ્મરણ

चित्र
 મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0

અવકાશ પરમાત્માની જ અંદર

चित्र
 અવકાશ પરમાત્માની જ અંદર આત્મતત્વ અને સમય ને કારણે જ છે.કારણકે બે સિવાય અવકાશ ક્યાંથી જન્મે? જો સમય ચાલે છે તો પ્રકાશ આત્મતત્વ ફેલાય છે.શિવ વિરાટ માં અને તેમાં વળી પુરુષ!

પાંચ તત્વો પાંચ ભૂત!!

चित्र
કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!! અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!! અને આ બધા નું ઠરવું  એ પૃથ્વી તત્વ જ છે!! વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!! આ પાંચ તત્વ ના રહસ્યને તમે ભલે સાપ ગયો ને લીસોટા રહ્યા એમ કહો પણ આ લીસોટા જ તમને સાપ ક્યાં ગયો એ સમજાવી શકે છે.એનું રહસ્ય પાંચ તત્વ ની પૂજા પાંચ દેવ મા સમાયેલું છે.એ જગત સમક્ષ સાચવ નાર પવિત્ર બ્રાહ્મણ જ છે.બ્રાહ્મણ ને કાંઈ એમનેમ વંદન નથી !! મૂર્તિઓ ના રહસ્યો ને ફગાવી દેનાર ધર્મો કેવળ અણસમજ દર્શાવે છે !!

ગતિ અને અવરોધ !

चित्र
 પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત  અને  કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને  દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન 

જોગી જગત વિચાર

चित्र
 ધાતુ મૂળ અને જીવ આત્મા મન અને પ્રકૃતિ થી બને જીવ

અકાલ અકળ છે

चित्र
 કાળ ને કારણે જ માયા જન્મી છે.તેથી કાળ પિતા થયો.પણ છે તો પ્રભુ માં તેથી તે પ્રભુ ની પુત્રી થઈ!! તો પછી બે પિતા? તેથી જ પ્રભુ માતા!! શિવ પિતા પ્રભુ માતા પુત્રી માયા!! આમ જ  કદાચ શક્તિ પંથ થયો હશે. બીજો પક્ષ  કાળ નો છાંયો જ માયા છે.અને તેય પ્રભુ માં.અને પ્રભુ નું જ બિંબ માયા માં છે તેથી સંસાર છે!!  ત્રીજો પક્ષ વૈજ્ઞાનિક છે.પરમાત્મા છે અને સમય કાળ છે.જેથી બે હોવા થી ત્રીજું અવકાશ છે.એમ સંસાર છે.એ ત્રણેય જેમાં છે તે અકાલ પરમાત્મા છે!! સત શ્રી અકાલ!!

નામ હરિ

चित्र
 સત નામ..નામ સ્મરણ !! વાહ! નામ એક સૂત્ર છે તેની પાછળ નું બધુંય આપણને સમજાઈ જાય છે.જેમ કે મુંબઇ..તેમાં ટ્રેન દરિયો માનવ મહેરામણ ગિરદી વ્યવસાય દોડધામ...વગેરે બધુંય એક સાથે સમજાઈ જાય!! તેથી સ્તો નામ નો મહિમા જાણ્યા સિવાય કઈ અર્થ ખરો!!  એમ તો પોપટ પણ નામ સ્મરણ કરે જ છે ને!!