मित्र -मार्गदर्शक एवं तत्व चिंतक
मो ९३७६२१४९२१
address:६ सहजानंद स ,हरनी रोड ,वडोदरा ३९०००६
deojyotishalaya@gmail.com
રણકો છુપાયો ઘણું કહી ગયો છે!!
लिंक पाएं
Facebook
X
Pinterest
ईमेल
दूसरे ऐप
પ્રતિક્ષણ વિકસતા બનતા લય પામતા આ જીવન મોજા ઓ નિરખતાં હું જ એક મોજું વિસરી રહ્યો છું!! તમે શું આરસી કે મુજ પર હસો છો!! મુજ પર હસી ને ઉપકાર કરો છો !! હસ્યા શીદ ને કાજે તમે ખુદ ન જાણો પણ રણકો છુપાયો ઘણું કહી ગયો છે!!
મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0
પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત અને કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન
કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!! અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!! અને આ બધા નું ઠરવું એ પૃથ્વી તત્વ જ છે!! વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!! આ પાંચ તત્વ ના રહસ્યને તમે ભલે સાપ ગયો ને લીસોટા રહ્યા એમ કહો પણ આ લીસોટા જ તમને સાપ ક્યાં ગયો એ સમજાવી શકે છે.એનું રહસ્ય પાંચ તત્વ ની પૂજા પાંચ દેવ મા સમાયેલું છે.એ જગત સમક્ષ સાચવ નાર પવિત્ર બ્રાહ્મણ જ છે.બ્રાહ્મણ ને કાંઈ એમનેમ વંદન નથી !! મૂર્તિઓ ના રહસ્યો ને ફગાવી દેનાર ધર્મો કેવળ અણસમજ દર્શાવે છે !!
टिप्पणियाँ